Facebook જાહેરાતો મશીન લર્નિંગનો ઉપયોગ કેવી રીતે કરે છે
લિંક કોપિ કરો
અમે લોકોને ધીમે-ધીમે Meta એકાઉન્ટ પર અપડેટ કરી રહ્યાં છીએ. તમને તમારાં એકાઉન્ટ સેટિંગનું સંચાલન કરવાની જગ્યા તરીકે કાં તો એકાઉન્ટ સેન્ટર અથવા Meta એકાઉન્ટ સેટિંગ દેખાઈ શકે છે.
જો તમે યુરોપિયન ક્ષેત્ર અથવા યુનાઇટેડ કિંગડમમાં હો, તો જાહેરાત સંબંધી તમારી પસંદગીઓ અલગ હોય છે. તમારી જાહેરાતની પસંદગીઓ વિશે વધુ જાણો.
તમને કઈ જાહેરાતો બતાવવી તે નક્કી કરવા માટે, અમે જાહેરાત આપનારની ઓડિયન્સની પસંદગીના વિકલ્પો અને અમારી જાહેરાતની હરાજીનાં પરિણામોનો ઉપયોગ જે-તે સમયે તમને બતાવવા માટેની શ્રેષ્ઠ જાહેરાત નિર્ધારિત કરવા માટે કરીએ છીએ.
અમારાં મશીન લર્નિંગ મોડેલ અમારી જાહેરાત ડિલિવરી સિસ્ટમનો ભાગ છે કે જે તેને જેમ-જેમ નવી માહિતી મળતી જાય તેમ-તેમ શીખે છે, તે પણ સ્પષ્ટ રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યા વિના.
આ મશીન લર્નિંગ મોડલને, ટાસ્ક ઝડપથી અને કાર્યક્ષમ રીતે કરવાની પરવાનગી આપે છે, જેમ કે તમારાથી સંબંધિત હોઈ શકે તે જાહેરાતો વિતરિત કરવી.
તમને કઈ જાહેરાતો દેખાય તે શેનાથી નિર્ધારિત થાય છે
તમને કઈ જાહેરાતો બતાવવી તે નિર્ધારિત કરવા માટે અમે ઉપયોગમાં લઈએ છીએ તે બે મુખ્ય પરિબળો આ છે:
- જાહેરાત આપનારની ઓડિયન્સની પસંદગીના વિકલ્પો
- અમારી જાહેરાતની હરાજીનાં પરિણામો
જાહેરાતની હરાજી દરમિયાન અમારાં મશીન લર્નિંગ મોડેલ ત્રણ મુખ્ય પરિબળોમાંથી “કુલ મૂલ્ય સ્કોર”ની ગણતરી કરે છે: જાહેરાત આપનારની બિડ, અંદાજિત એક્શન દર અને જાહેરાતની ગુણવત્તાનો સ્કોર.
એ સૌથી વધુ કુલ જાહેરાત મૂલ્યવાળી જાહેરાત હોય છે કે જે તમને ડિલિવર કરવામાં આવે છે.
જાહેરાત આપનારની ઓડિયન્સની પસંદગીના વિકલ્પો
જાહેરાતનું કેમ્પેન બનાવતી વખતે, જાહેરાત આપનારાઓ પ્રથમ અમારાં બિઝનેસ ટૂલ મારફતે તેમના ઇચ્છિત ઓડિયન્સને પસંદ કરે છે.
જાહેરાત આપનારાઓ ઉંમર, લોકેશન, રુચિઓ અને કેટેગરીના આધારે ઓડિયન્સ બનાવી શકે છે. ઉદાહરણ તરીકે, તમે અમને પૂરી પાડો છો તે કેટલીક માહિતી, તમે લો છો તે એક્શન સાથે જોડાઈને, અમને એવું સૂચવી શકે છે કેે રસોઈ અથવા ફિટનેસ જેવી કોઈ વસ્તુમાં તમારી રુચિ છે અથવા તમે મોબાઇલ યુઝર જેવા મોટા ગ્રૂપ (કેટેગરી તરીકે ઓળખાતા)નો ભાગ હોઈ શકો છો.
જાહેરાત આપનારાઓ એક કસ્ટમ ઓડિયન્સ અથવા એકસરખું ઓડિયન્સ બનાવવા માટે તેમનાં ઓડિયન્સ વિશે તેમની પાસે હોય તે માહિતીનો ઉપયોગ પણ કરી શકે છે, જેમ કે ઇમેઇલ અથવા તે લોકોનું લિસ્ટ કે જેમણે તેમની વેબસાઇટની મુલાકાત લીધી હોય.
નોંધ:
- જાહેરાત આપનારા, ફક્ત ઉંમર અને લોકેશન પર આધારિત તેમના ઓડિયન્સમાં તરુણ/તરુણીઓને સામેલ કરી શકે છે.
- જ્યારે જાહેરાત આપનારા ક્રેડિટ, રોજગાર અથવા હાઉસિંગ તકો વિશેની જાહેરાતો બતાવે છે, ત્યારે અમે ઓડિયન્સ બનાવવા માટે તેઓ પસંદ કરી શકે તે કેટેગરીને મર્યાદિત કરીએ છીએ.
જાહેરાતની હરાજી
જાહેરાતની હરાજી એ અમે ઉપયોગમાં લઈએ છીએ તે બીજું પગલું છે, જે તે સમયે તમને બતાવવા માટેની શ્રેષ્ઠ જાહેરાતો નક્કી કરવા માટેનું. જાહેરાત આપનારના પસંદ કરાયેલા જે ઓડિયન્સમાં તમે સામેલ હતા તે માટે અમારું સિસ્ટમ જાહેરાતો એકત્રિત કરે છે અને તેને હરાજીના તબક્કા પર લઈ જાય છે.
હરાજીમાં દાખલ જાહેરાતો માટે, અમારું સિસ્ટમ કઈ જાહેરાતોનો કુલ મૂલ્ય સ્કોર સૌથી વધુ હોય તે જાહેરાતોના આધારે તમને બતાવવા માટેની લોકપ્રિય જાહેરાતો પસંદ કરે છે.
જીતી આવતી જાહેરાત લોકો અને બિઝનેસ એમ બંને માટે મૂલ્યને મહત્તમ કરે તેની ખાતરી કરવા માટે, જાહેરાતની હરાજીમાં વિજેતા (એ જાહેરાત કે જે તમને બતાવવામાં આવે છે) એવી જાહેરાત હોય કે જેનો કુલ મૂલ્ય સ્કોર સૌથી વધુ હોય.
કુલ મૂલ્ય સ્કોર એ એવી ગણતરી છે કે જે ત્રણ મુખ્ય પરિબળોને ધ્યાનમાં લે છે: “જાહેરાત આપનારની બિડ”, “અંદાજિત એક્શન દર” અને “જાહેરાતની ગુણવત્તા.”
- જાહેરાત આપનારની બિડ. આ, કોઈ જાહેરાત માટે જાહેરાત આપનાર દ્વારા કરવામાં આવતી બિડ હોય છે. જાહેરાતની હરાજીમાં વિજેતા નક્કી કરવા માટે અમે કુલ મૂલ્ય સ્કોરનો ઉપયોગ કરતા હોવાથી, સૌથી વધુ બિડ સાથેના જાહેરાત આપનાર હંમેશાં હરાજી જીતતા નથી.
- અંદાજિત એક્શન દર. અંદાજિત એક્શન દર એ તમે જાહેરાત આપનારને જોઈતી એક્શન લેશો તેની સંભાવના કેટલી છે તેનો એક અંદાજ છે, જેમ કે જાહેરાત આપનારની વેબસાઇટની મુલાકાત લેવી અથવા તેમની ઍપ ઇન્સ્ટોલ કરવી. આમ કરવા માટે, અમારાં મશીન લર્નિંગ મોડલ Meta ટૅક્નૉલૉજીસની અંદર અને બહારની તમારી એક્ટિવિટી તેમજ અન્ય પરિબળોને ધ્યાનમાં લઈ શકે છે.
- જાહેરાતની ગુણવત્તા. જાહેરાતની ગુણવત્તાનો સ્કોર એ જાહેરાતની ગુણવત્તાનું માપ છે. જાહેરાતની ગુણવત્તાનો સ્કોર મશીન લર્નિંગ મોડલ દ્વારા નક્કી કરવામાં આવે છે અને જાહેરાત જોનારાં અથવા છુપાવનારાં લોકોનો પ્રતિસાદ તેમજ ઓછી-ગુણવત્તાના એટ્રિબ્યૂટની આકારણી (જેમ કે જાહેરાતના ફોટામાં વધુ પડતો ટેક્સ્ટ, સનસનાટીભરી ભાષા અથવા એન્ગેજમેન્ટ બેટ) સહિત ઘણાં સોર્સનો ઉપયોગ કરે છે.
અંદાજિત એક્શન દર અને જાહેરાતની ગુણવત્તા તે ખાતરી કરવામાં મદદ કરે છે કે તમે જે જાહેરાતો જુઓ છો તે તમારાથી વધુ સંબંધિત છે, પછી ભલેને તે જાહેરાતમાં જાહેરાત આપનારની બિડ સૌથી વધુ નહોતી.
નોંધ:
- જો જાહેરાત આપનાર ક્લિકબેટ અને એન્ગેજમેન્ટ બેટમાં સહભાગિતા કરે છે, તો તેનાથી તેમની જાહેરાતના પર્ફોર્મન્સમાં સુધારો થતો નથી.
- અમે એવાં એડ્જસ્ટમેન્ટ કરી શકીએ છીએ કે જે હરાજીનાં પરિણામો અને કિંમતોને અસર કરી શકે છે. જાહેરાતની હરાજીનાં એડ્જસ્ટમેન્ટ વિશે વધુ જાણો.
મશીન લર્નિંગ કેવી રીતે જાહેરાત ડિલિવરીને બહેતર બનાવે છે
જેમ-જેમ વધુ લોકો જાહેરાત જુએ, પ્રતિસાદ શેર કરે અથવા જાહેરાત આપનારની વેબસાઇટ પર ખરીદી કરવા માટે ક્લિક કરે, તેમ અમારાં મોડલ જાહેરાતના અંદાજિત એક્શન દર અને જાહેરાતની ગુણવત્તાનું બહેતર અનુમાન મેળવે છે.
તમે જાહેરાતોને કેવી રીતે જુઓ છો તેની સમીક્ષા કરવાની અને સંચાલિત કરવાની રીતો
- તમે જુઓ છો તે જાહેરાતોને પ્રભાવિત કરવા માટે, એકાઉન્ટ સેન્ટરમાં તમારી જાહેરાત પસંદગીઓને કસ્ટમાઇઝ કરો. તમે અન્ય બિઝનેસનાં સેટિંગમાંથી તમારી એક્ટિવિટીને પણ અપડેટ કરી શકો છો જેથી એ પસંદ કરી શકો કે અમે તમને જાહેરાતો બતાવવાં માટે અન્ય બિઝનેસ અથવા સંસ્થાઓ તેમની ઍપ્સ કે વેબસાઇટ પરની તમારી એક્ટિવિટી અથવા તેમની સાથેનાં તમારાં ઓફલાઇન ઇન્ટરેક્શન, જેમ કે સ્ટોરમાં કરેલી ખરીદીઓ વિશે અમને જે માહિતી મોકલે છે તેનો ઉપયોગ કરીએ કે કેમ.
નોંધ: તમારે તમારી જાહેરાત પસંદગીઓ અને માહિતી અને પરવાનગીઓનાં સેટિંગને બદલવા માટે લોગ ઇન હોવું આવશ્યક છે. - તમારા માટે રુચિપ્રદ અથવા ઉપયોગી ન હોય તેવી જાહેરાતને છુપાવો અથવા તમને શા માટે કોઈ ચોક્કસ જાહેરાત દેખાઈ રહી છે તેની સમીક્ષા કરો.
- તમારી પ્રોફાઇલનાં સેટિંગને અપડેટ કરો અને તમે જેમની સાથે કરવા માંગો છો તેમની સાથે તમે તમારી માહિતીને શેર કરી રહ્યાં છો તેની ખાતરી કરવા માટે પ્રાઇવસી ચેકઅપ પૂરું કરો.
- તમારી Facebook પ્રોફાઇલ માટે તમારા એક્ટિવિટી લોગ, Facebook સેટિંગ અને પ્રાઇવસી કેન્દ્રને જોવા માટે એકાઉન્ટ સેન્ટરમાં તમારી માહિતીને એક્સેસ કરોની મુલાકાત લો.
- તમારી માહિતીને એક્સપોર્ટ કરોની મુલાકાત લો કે જ્યાં તમે ડિવાઇસ અથવા બાહ્ય સેવા પર તમારી માહિતીને એક્સપોર્ટ કરી શકો છો. તમારી માહિતીને એક્સપોર્ટ કરવા વિશે વધુ જાણો.
- તમને તમે જુઓ છો તે જાહેરાતો વિશે વધુ માહિતી બતાવવા માટે જાહેરાત આપનારની પસંદગીઓ અને મશીન લર્નિંગ મોડેલનો ઉપયોગ જે કરે છે તે “મને આ જાહેરાત શા માટે દેખાઈ રહી છે?” ટૂલ વડે તમને કોઈ જાહેરાત શા માટે દેખાઈ રહી છે તે વિશે વધુ જાણો.“મને આ જાહેરાત શા માટે દેખાઈ રહી છે?” તમને ન્યૂઝ ફીડમાં રહેલી જાહેરાતો પર દબાવવા દે છે, તે શા માટે દેખાઈ રહી છે તે અંગેનો સંદર્ભ મેળવવા દે છે અને તમે જે જુઓ છો તેને હજુ વધુ પસંદ મુજબ બનાવવા માટે એક્શન લેવા દે છે. તમને કોઈ જાહેરાત શા માટે દેખાઈ રહી હોઈ શકે તે વિશે વધુ જાણો.
Facebook પર જાહેરાતો વિશેની સર્વસામાન્ય ગેરસમજ
- Meta તમારા ડેટાને જાહેરાત આપનારાઓ કે અન્ય કોઈને પણ વેચતું નથી.
- અમે તમને વ્યક્તિગત રીતે ઓળખી શકે તેવી માહિતી જાહેરાત આપનારાઓ સાથે શેર કરતા નથી સિવાય કે તમે અમને પરવાનગી આપી હોય.
- Meta લોકોના ટેક્સ્ટ મેસેજના કન્ટેન્ટ અથવા ફોનના માઇક્રોફોનનો ઉપયોગ, Facebook પર તમારી ન્યૂઝ ફીડમાં તમે જે જુઓ છો તેને બદલવા કે જાહેરાતોને જાણ કરવા માટે કરતું નથી.
અમને મળતી માહિતી તથા અમે તેનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તે વિશે વધુ જાણવા માટે, અમારી પ્રાઇવસી પોલિસી અને કુકી પોલિસી પર જાઓ.
Other ways to get help
Chat with Meta AI support assistant
Resolve issues, make changes and get support in real time
