Meta પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરતા લોકો માટે માહિતી
લિંક કોપિ કરો
જો અમને Facebook, Messenger અથવા Instagram પર ઉપલબ્ધ સંપર્ક અપલોડ કરવાની અથવા સપર્ક સિંક કરવાની સુવિધા (“સંપર્ક અપલોડ કરવા”) મારફતે અમારા યુઝર પાસેથી તમારું નામ, મોબાઇલ ફોન નંબર અને/અથવા તમારું ઇમેઇલ એડ્રેસ મળે છે, તો Meta Platforms, Inc. (“Meta”, “અમે”, “અમારું/અમારા/અમારી” અથવા “અમને”) તેની પ્રક્રિયા કરે છે. તમે Facebook, Messenger અથવા Instagramના યુઝર ન હો અને/અથવા અમારી સાથે એકાઉન્ટ ધરાવતા ન હો તો પણ અમે આ માહિતીની પ્રક્રિયા કરીએ છીએ (“નોન-યુઝર”).
સંપર્ક અપલોડ કરવાની સુવિધા અને તે કેવી રીતે કામ કરે છે તે વિશે માહિતી
જ્યારે યુઝર સંપર્ક અપલોડ કરવાની સુવિધાનો ઉપયોગ કરે છે અને અમને તેમના ડિવાઇસની એડ્રેસ બુકની એક્સેસ આપે છે. અમે તેમની એડ્રેસ બુકમાં રહેલાં નામ, ફોન નંબર અને ઇમેઇલ એડ્રેસને દૈનિક ધોરણે એક્સેસ કરીશું અને અમારાં સર્વર પર અપલોડ કરીશું, જેમાં Facebook, Messenger અને/અથવા Instagramના યુઝર અને અન્ય સંપર્કો કે જેઓ યુઝર નથી અથવા એકાઉન્ટ ધરાવતા નથી (એટલે કે, નોન-યુઝર) એમ બંનેની માહિતીનો સમાવેશ થાય છે.
નોન-યુઝર વિશેની કઈ માહિતી એકત્ર કરવામાં આવે છે
અમે યુઝરના સંપર્કોનું નામ, મોબાઇલ ફોન નંબર અને/અથવા ઇમેઇલ એડ્રેસ એકત્ર કરીએ છીએ.
અમે નોન-યુઝરની માહિતીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ
'સંપર્ક અપલોડ કરવા' એ એક વૈકલ્પિક સુવિધા છે જ્યાં યુઝર તેમના ડિવાઇસની એડ્રેસ બુકને Facebook, Messenger અને/અથવા Instagram પર અપલોડ કરવાનું પસંદ કરી શકે છે. અમે એડ્રેસ બુકમાં રહેલાં નામ, ફોન નંબર અને/અથવા ઇ-મેઇલ એડ્રેસની એ જોવા માટે પ્રક્રિયા કરીએ છીએ કે કોઈ પણ નંબર અથવા ઇમેઇલ એડ્રેસ યુઝરના છે કે નહીં. જો યુઝરના કોઈ સંપર્ક Facebook, Messenger અને/અથવા Instagram પર પણ હોય, તો અમે આ સંપર્કને Facebook પર Facebook યુઝરના તમે જેમને કદાચ ઓળખતા હો એવાં લોકોમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા માટેની કોઈ વ્યક્તિ તરીકે અથવા Instagram પર ફોલો કરવા માટે સૂચવેલા એકાઉન્ટ તરીકે સૂચવી શકીએ છીએ. યુઝરના એવા કોઈ સંપર્ક કે જેઓ Facebook, Messenger અને/અથવા Instagram પર છે, તેમને પણ એવાં લોકો અને વસ્તુઓની ભલામણ કરવામાં આવી શકે છે કે જે તેમના માટે મહત્ત્વપૂર્ણ હોય, જેથી અમે તેમને વધુ સારી સેવા ઓફર કરી શકીએ. યુઝર નોન-યુઝરને ટેક્સ્ટ અથવા ઇમેઇલ દ્વારા Facebook, Messenger અને/અથવા Instagramમાં જોડાવા માટે આમંત્રિત પણ કરી શકે છે.
'સંપર્ક અપલોડ કરવાની સુવિધા' અમને એવા કોઈ નોન-યુઝર કે જેઓ Facebookના યુઝર તરીકે જોડાય છે, તેમનું તમે જેમને કદાચ ઓળખતા હો એવાં લોકો મારફતે યુઝર માટે ઉમેરવા માટેના એક મિત્ર તરીકે અથવા Instagram પર ફોલો કરવા માટેના સૂચવેલા એકાઉન્ટ તરીકે સૂચન કરવાની પણ મંજૂરી આપે છે.
છેવટે, અમે અપલોડ કરવામાં આવેલી એડ્રેસ બુકનો ઉપયોગ Meta પ્રોડક્ટ્સ પર શંકાસ્પદ એક્ટિવિટીની તપાસ કરવા તથા અમારા પ્લેટફોર્મને સલામત અને સુરક્ષિત રાખવા માટે પણ કરીશું. અમે Meta કંપનીની પ્રોડક્ટનાં યુઝર અને લોકોની સચોટ રીતે ગણતરી કરવા માટે અપલોડ કરવામાં આવેલી એડ્રેસ બુકનો ઉપયોગ કરીને બિઝનેસ ઇન્ટેલિજન્સ અને એનાલિટિક્સ પણ હાથ ધરીએ છીએ.
Meta, અમારા દ્વારા શેર કરવામાં આવતી માહિતી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ અને ટેક્નોલોજીને અન્ય Meta કંપનીઓ સાથે શેર કરે છે. અમે સંપર્ક ઇમ્પોર્ટ કરવાની સુવિધા પૂરી પાડવામાં સમર્થ થવા અને ઉપર વિગતવાર જણાવેલા હેતુઓ માટે નોન-યુઝરનો ડેટા અન્ય Meta કંપનીઓ સાથે શેર કરીએ છીએ.
અમે યુઝરને સંપર્ક ઇમ્પોર્ટરની સુવિધા પૂરી પાડવા અને ઉપર વર્ણવેલા હેતુઓ માટે જ્યાં સુધી જરૂરી હોય ત્યાં સુધી નોન-યુઝરની વ્યક્તિગત માહિતીને જાળવી રાખીએ છીએ. અમુક કિસ્સામાં, અમારે તમારી સંપર્ક માહિતીને વધુ લાંબા સમય સુધી રાખવાની જરૂર પડે છે, જેમાં તમે અમને તે મિટાવી દેવા માટે કહો તે પછી તેમ કરવાનો સમાવેશ થાય છે. આમાં કાનૂની કારણોસર, જેમ કે કોઈ કાનૂની વિનંતીનો જવાબ આપવા અથવા લાગુ કાયદાનું પાલન કરવા, નિયમનકારી અથવા મુકદ્દમાને લગતી બાબતો માટે, હાનિ અટકાવવા, અથવા સલામતી, સુરક્ષા અને અખંડિતતાના હેતુઓ માટે તેમ કરવાનો સમાવેશ થાય છે. અમારે તેને જેટલા સમય સુધી રાખવાની જરૂર પડે છે તે અવધિ ચોક્કસ કારણ પર આધાર રાખશે.
નોન-યુઝર તેમના અધિકારોનો ઉપયોગ કેવી રીતે કરી શકે
અમે નોન-યુઝરને લાગુ કાયદા હેઠળ તેમના અધિકારોનો ઉપયોગ કરવાની ક્ષમતા પૂરી પાડીએ છીએ. તમારા અધિકારોનો ઉપયોગ કરવા માટે, નીચે આપેલી સંપર્ક માહિતીનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.
તમે Facebook સહાયતા કેન્દ્રમાં અને Facebook પર તથા Instagram પર પ્રાઇવસી કેવી રીતે કામ કરે છે તે વિશે વધુ જાણી શકો છો.
અમે આશા રાખીએ છીએ કે અમે નોન-યુઝરને તેમની વ્યક્તિગત માહિતીની અમે જે રીતે પ્રક્રિયા કરીએ છીએ તે વિશે જે કોઈ પણ ક્વેરી હોઈ શકે તેનું સંતોષકારક રીતે નિરાકરણ લાવી શકીશું. કેટલાક દેશોમાં, તમે Meta Platforms, Inc. માટેના ડેટા સુરક્ષા અધિકારીનો સંપર્ક પણ કરી શકશો અને તમારા અધિકારક્ષેત્રના આધારે, તમે સ્થાનિક ડેટા પ્રોટેક્શન ઓથોરિટી (“DPA”)નો સીધો સંપર્ક પણ કરી શકો છો.
તમને જે અધિકારો હોઈ શકે તેના વિશે જો તમને પ્રશ્ન હોય તો અહીં ક્લિક કરો.
અમે માહિતીને કેવી રીતે ટ્રાન્સફર કરીએ છીએ
અમે અમારા દ્વારા એકત્ર કરવામાં આવતી માહિતીને વૈશ્વિક સ્તરે, આંતરિક રીતે અમારી બધી ઓફિસ અને ડેટા સેન્ટર સાથે અને બહાર અમારા પાર્ટનર, સર્વિસ પ્રોવાઇડર અને વિક્રેતાઓની સાથે એમ બંને રીતે શેર કરીએ છીએ. કારણ કે Meta એ વૈશ્વિક એન્ટિટી છે, જે વિશ્વભરમાં યુઝર, પાર્ટનર અને કર્મચારીઓ ધરાવે છે, વિવિધ કારણોસર ટ્રાન્સફર જરૂરી હોય છે, જેમાં આ ડેટા નોટિસમાં વર્ણવેલી સેવાઓનું અમે સંચાલન કરી શકીએ અને તે પૂરી પાડી શકીએ તે માટે તેમ કરવાનો સમાવેશ થાય છે.
નોન-યુઝરની માહિતી આમાં ટ્રાન્સફર અથવા ટ્રાન્સમિટ કરવામાં આવશે, અથવા સ્ટોર કરવામાં આવશે અને તેના પર પ્રક્રિયા કરવામાં આવશે:
- એવી જગ્યાઓમાં કે જ્યાં અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા ડેટા સેન્ટર ધરાવીએ છીએ, જેમાં અન્ય જગ્યાઓની સાથે યુનાઇટેડ સ્ટેટ્સ, આયર્લેન્ડ, ડેનમાર્ક અને સ્વીડનનો સમાવેશ થાય છે
- એવા દેશોમાં કે જ્યાં Meta પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે
- અન્ય દેશોમાં કે જ્યાં અમારા પાર્ટનર, સર્વિસ પ્રોવાઇડર અને વિક્રેતાઓ તમે જ્યાં રહો છો તે દેશની બહાર સ્થિત છે, જે આ ડેટા નોટિસમાં વર્ણવેલા હેતુઓ માટે છે.
અમે આંતરરાષ્ટ્રીય ડેટા ટ્રાન્સફર માટેની યોગ્ય કાર્યપદ્ધતિઓ પર નિર્ભર રહીએ છીએ. ઉદાહરણ તરીકે, અમારા દ્વારા એકત્ર કરવામાં આવતી માહિતી માટે:
- અમે યુરોપિયન કમિશન દ્વારા અને અન્ય સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા મંજૂર પ્રમાણભૂત કરારગત કલમોનો ઉપયોગ કરીએ છીએ.
- અમે અન્ય દેશોમાં ડેટા સુરક્ષાનાં પર્યાપ્ત સ્તરો છે કે કેમ તે વિશે યુરોપિયન કમિશન અને અન્ય સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા થતા નિર્ધારણો પર નિર્ભર રહીએ છીએ.
- અમે લાગુ કાયદા હેઠળ એવી સમકક્ષ કાર્યપદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ કે જે યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય સંબંધિત દેશોમાં થતા ડેટા ટ્રાન્સફર પર લાગુ પડે છે.
અમારો સંપર્ક કરો
જો તમને આ નોટિસ વિશે પ્રશ્નો હોય અથવા તમારી માહિતી બાબતે પ્રશ્નો, ફરિયાદો કે વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ ફોર્મનો ઉપયોગ કરો.
વૈકલ્પિક રીતે, જો તમને ફોર્મની એક્સેસ ન હોય, તો તમે નીચેના સરનામે અમને લખી પણ શકો છો:
Meta Platforms, Inc.
ATTN: Privacy Operations
1601 Willow Road
Menlo Park, CA 94025
Other ways to get help
Chat with Meta AI support assistant
Resolve issues, make changes and get support in real time

